મિત્રો આ પાઠમા આજનો જે વૈશ્વિક પ્રશ્ન છે ગ્લોબલવોર્મિંગ તે વિષય સાથે અનુબંધ છે.બાળકો પ્રકૃતિના સૌન્દર્યને માણતા થાય અને તેના રક્ષણ માટે પોતાની ભાગીદારી આપે તે માટે આ એકમમા પ્રેરણા સ્ત્રોત મુદાઓ મુકવામા આવ્યા છે.આ એકમમા ઘણીબધી પ્રવૃતિઓ બાળકો પાસે કરાવવાની છે.જેમા બાળકોને પર્યાવરણ જાળવણી માટેતા સ્લોગન બનાવવાના છે તો નીચે સોલાઇડ શો મા સરસ મજાના અંગ્રેજી સ્લોગન ચિત્રો સાથે મુકવામા આવેલા છે.
આ એકમમા બાળકો પાસે પ્રોજેક્ટ કાર્ય પણ કરાવવાના છે જેના દ્વારા બાળકો પર્યાવરણની જાગૃતતા માટે પોતાનુ યોગદાન આપે તો એના માટે નીચે પ્રવૃતિઓ મુકવામા આવેલી છે.
આ એકમમા અંગ્રેજી ગ્રામર માટે adverbs of frequency નો મુદો છે. જેના માટે એક કોષ્ટક આપવામા આવેલુ છે તો એ ગ્રામરના મુદાને શીખવવા માટે નીચે થોડી વર્કશીટ અને એક ગેમ મુકવામા આવેલી છે.
હવે મુલ્યાંકનનો સમય આવ્યો તો નીચે એકમ કસોટી મુકવામા આવેલી છે. જે ડાઉનલોડ કરવા વિનંતી.......
આ પાઠ માટે એટલુ પુરતુ નથી હજી આપણે શોધીએ તો ઘણુ બધુ નીકળશે.મે ખાલી અહીયા મારા વિચારો લખ્યા છે તમે પણ આ પાઠ લીધો જ હશે. તો મારી વિનંતી છે કે તમારી પાસે આ પાઠ માટે યોગ્ય માર્ગદશન હોય અથવા તો સાહીત્ય હોય તો અમને આપવા વિનંતી જે તમારા નામ જોગ અહી મુકવામા આવશે અને આ પાઠ માટે એટલુ સાહિત્ય અને માગદર્શન ભેગુ થાય કે આપણને ટી.એલ.એમ. શોધવા ક્યાય જવુ ના પડે. ( હવે તો ટી.એલ.એમ. ગ્રાંટ પણ બંધ થઇ ગઇ છે ) તો મિત્રો તમારી પાસે જે કાય પણ હોય તે અમારે નીચેના ઇ મેઇલ મા મોકલવા વિનંતી.અને હા કોમેંટ કરવાનુ ભુલતા નહી.....આભાર
[email protected]
[email protected]